દર્શન કરો સુરતના રાંદેરમાં આવેલ છે શ્રી રામના પૌરાણિક મંદિરના

January 22, 2020 2675

Description

મર્યાદા પુરષોત્તમ શ્રી રામ જેણે સંસ્કાર તથા ધર્મનું આજીવન પાલન કર્યુ. તેવા અયોધ્યાના રાજાનું એક અનન્ય ધામ સુરત ખાતે નિર્મિત છે. આજે આપને દર્શન કરાવીશુ સુરતના રાંદેરમાં હનુમાન ટેકરી ખાતે સ્થિત શ્રી રામ મંદિરના.

200 વર્ષ જૂના આ ધામ સાથે ભક્તોની અનન્ય આસ્થા જોડાયેલી છે. આ ધામમાં પ્રવેશતા જ દિવ્યતા અને પવિત્રતાની લાગણી અનુભવાય છે. રાજ્યભરમાંથી આવતા ભક્તો અહિં શ્રી રામ સંગ દર્શન કરે છે મા સીતા અને અનુજ લક્ષ્મણના.

અભયમુદ્રામાં ભક્તોને આશીર્વાદ આપતા રામજીના દર્શન કરતા જ ભક્તોની કામના સાકાર થાય છે. અતિ પ્રાચીન એવા રામ મંદિરની ખ્યાતિ રાજ્યભરમાં પ્રસરી છે.

 

Leave Comments