આબુમાં નિર્મિત ગજાનનનાં 200 વર્ષ જૂનાં સ્થાનકના કરીએ દર્શન

October 9, 2019 1580

Description

વિઘ્નહર્તા શ્રી ગણેશ કરે છે સૌનુ કલ્યાણ અને એટલા માટે જ આજના પાવનકારી દિવસે કરીએ ગજાનન ગણપતિના એક પૌરાણિક ધામના દર્શન કે જેના પર ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે. અંબાજીથી 20 કિમી દૂર આબુ રોડ પર એક 200 વર્ષ જુનુ ગણપતિ બાપ્પાનું પૌરાણિક ધામ સ્થાપિત છે જે ચમત્કારિક ગણેશ તરીકે પ્રસિદ્ધિ પામ્યુ છે. તો આવો જાણીએ આ સુંદર મંદિરનો મહિમા.

સામાન્ય રીતે ગણેશજીના આખા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે પરંતુ અમદાવાદથી 200 કિમી દૂર આવેલ ગણેશ મંદિરે ભક્તોની આસ્થાનુ પ્રતિક છે. અંબાજીથી 20 કિમી દૂર આવેલ આ ગણેશ મંદિર ચમત્કારિક ગણેશ ધામ તરીકે પ્રસિદ્ધ પામ્યુ છે.

અંબાજીથી આબુ જવાના માર્ગ પર આ મંદિર 200 વર્ષ જુનુ હોવાની માન્યતા છે. આ ધામમાં ગણપતિ બાપ્પાની ખુબ જ સુંદર અને અલૌકિક મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેથી જ આ મૂર્તિના દર્શન કરીને ગણેશ ભક્તો પણ ભાવવિભોર થઈ જાય છે.

Leave Comments