દર્શન કરો પાલડી વિસ્તારના મહાલક્ષ્મી મંદિરના

November 17, 2017 4265

Description

દરેક બાબતે અમદાવાદ શહેરની અલગ તાસીર રહી છે. આ શહેર માટે અનેક કથાઓ-દંતકથાઓ અને ગાથાઓ જોડાયેલી છે, તેના પ્રત્યેક વિસ્તારો સાથે પણ ઘણા સંદર્ભો જોડાયેલા છે. કોટની અંદરનું જૂનું અમદાવાદ જેટલું જાણીતું છે, એટલા એના કોટની બહારના દૂર-સુદૂરના વિસ્તારો પણ પ્રખ્યાત અને વિકસિત છે.

અમદાવાદનો એક વિસ્તાર છે પાલડી વિસ્તાર.. ‘પાલડી’ શબ્દ ‘પાળ’ પરથી આવેલો છે. સાબરમતી નદી પર એક સમયે વિશાળ પાળ બાંધવામાં આવેલી હતી, કે જેના કારણે નદીનાં પૂર નવા વિકસતા અમદાવાદમાં ન ઘુસી જાય. આ પાળ પરથી અપભ્રંશિત ‘પાલ’ થયું અને પાલનું પાલડી થયું.

અમદાવાદનાં પાલડી ખાતે મહાલક્ષ્મીનું એક ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિર આશરે 25 વર્ષ જૂનું છે.. લોકોની અપાર આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. મહાલક્ષ્મી મંદિરમાં રહેલી માતાજીની મૂરત પણ ખૂબ જ અલૌકિક છે. અહી સવાર સાંજ માતાજીની આરતી ઉતારવામાં આવે છે. તો ચાલો મુલાકાત કરીએ મહાલક્ષ્મી મંદીરની.

Tags:

Leave Comments