આવો શિવજીના કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો દ્વારા મેળવીએ મનની શાંતિ

June 29, 2020 740

Description

ડિપ્રેશનથી અનેક લોકો પિડાઈ રહ્યા છે. ડિપ્રેશનમાં વ્યક્તિ આત્મહત્યા કરે છે. તેથી જીવનનું મુલ્ય સમજતા શીખો. જીવનમાં સુખ અને દુઃખ આવતા રહે છે. અનેક સમસ્યાઓથી કંટાળીને વ્યક્તિ  આત્મહત્યા કરે છે. ડિપ્રેશનને જીવનમાંથી કાઢવાની જરૂર છે. પ્રભુનાં જીવનમાં પણ દુઃખ આવ્યું હતું. દુઃખની સામે લડતા શીખવુ જાઈએ. પરિસ્થિતિઓ જ્યારે વિકટ બને ત્યારે મન પર ન લેવુ. મનને પ્રસન્ન કરવા ઉપાય કરો. ખરાબ સમયનો સ્વીકાર કરવો.

જીવનની દિશા અને દશાને બદલો. ઘરે બેઠા સરળ ઉપાયથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે. દેવોના દેવ મહાદેવના ઉપાય કરો.  નારિયેળનું પાણી લઈને શિવાલયમાં જવું અને આ જળથી શિવલિંગ પર અભિષેક કરવો.  શિવજીને પ્રસન્ન કરવા મંત્રનો જાપ કરવો.  “ૐ સોમેશ્વરાય નમઃ”

દેવોની રક્ષા કાજે શિવજીએ વિષપાન કર્યુ હતું.  વિષની અસર શિવજીને થઈ હતી અને શિવજી પર પણ વિકટ પરિસ્થિતિ આવી હતી. શિવજીએ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલ છે. લીલા નારિયેળમાં ઠંડક રહેલી છે. શિવજી પ્રસન્ન થઈને આપના મનને શાંત કરે છે. ખોટા વિચારો આવતા અટકાવે છે. ૩ મિનિટ સુધી મંત્રનો જાપ કરવો.

“ૐ સોમેશ્વરાય નમઃ”

ભગવાન ચંદ્ર મનનાં ગ્રહ છે. તેથી દૂધમાં સાંકર નાખીને ચંદ્ર સમક્ષ મુકવું અને મંત્રનો જાપ કરવો. ૧૧ વખત કરવો આ મંત્રનો જાપ કરવો.

“ૐ ચંદ્રમસે નમઃ”
“ૐ નિશાકરાય નમઃ”
“ૐ શશવે નમઃ”

ત્રણેય મંત્રનો ૧૧ વખત જાપ કરવો.  સાંકરયુક્ત દૂધને ગ્રહણ કરવું. મનમાંથી ખોટા વિચારો દૂર થાય છે.

Leave Comments