શ્રી કૃષ્ણના પરમ ભક્ત મીરાબાઇની મોક્ષની કથા અહીં જાણો

January 16, 2020 1010

Description

રાજવી પરિવારમાં જન્મ લેનાર મીરાબાઈનું નામ કૃષ્ણના પરમભક્તોમાં સૌથી અગ્રેસર રહેલુ છે. જેમણે પોતાનું સમગ્ર જીવન કૃષ્ણને અર્પિત કરી દીધુ, નાની ઉંમરે જ પૂર્ણ પુરષોત્તમ શ્રી કૃષ્ણને મીરાબાઈએ પોતાના પતિ માની લીધા.

તેમના બાળમનમાં કૃશ્ણની ભક્તિનો એવો રંગ લાગ્યો કે કિશોરાવસ્થાથી માંડીને જીવનપર્યંત તેઓ માધવના નામમાં લીન રહ્યા. સોળમી શતાબ્દીમાં સંસારના તમામ બંધનો છોડી, પરિવારથી દૂર રહી સાધુસંતો સાથે મીરાબાઈ પણ ભક્તિ માર્ગ પર ચાલ્યા નીકળ્યા.

જાધપુરના રાઠોર રતનસિંહજીના તેઓ એકમાત્ર પુત્રી હતા. એક દિવસ મીરાબાઈના પાડોશમાં લગ્નપ્રસંગ હતો, તમામ સ્ત્રીઓ ઘરની છત પરથી જાનૈયાઓને નીહાળે છે.

નાનકડી મીરા પણ તેમની સાથે જ છત પર જાય છે. જાનૈયાઓને નાચતા જાઈ નાની મીરાએ માતાને પૂછ્યુ, મા, મારો દુલ્હો કોણ બનશે. ત્યારે માતાએ સ્મિત સાથે કૃષ્ણની પ્રતિમા આપતા કહ્યુ પુત્રી લે, આ કૃષ્ણકાનુડો જ તારો દુલ્હો છે.

આ રીતે કૃષ્ણના શ્યામ રંગે મીરાબાઈનું મન રંગાયુ. યુવાવસ્થામાં રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે થાય છે. વિવાહ બાદ પણ શ્રી કૃષ્ણની પ્રતિમા મીરાએ પોતાની સાથે જ રાખી.

Leave Comments