આવો જાણીએ શાસ્ત્રોમાં વર્ણવેલી મકરસંક્રાંતિ પર્વની કથા

January 14, 2020 1310

Description

પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તો તેને કહેવાય છે મકર સંક્રાંતિ. આ દિવસે લોકો પતંગ ચગાવાની મજા માણે છે. જો કે શાસ્ત્રોમાં તો આ તહેવારને અતિ પ્રાચીન કહ્યો છે. જેનોં ઉલ્લેખ ન માત્ર પૌરાણિક કથાઓમાં પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં પણ થયો છે. તો આવો જાણીએ સૂર્ય ઉપાસનાનું મહત્વ સમજાવતી મકરસંક્રાંતિની આ શાસ્ત્રોક્ત કથા.

સંસારના તમામ પુરાણોમાં જેને સાક્ષાત દેવ કહ્યા છે તેવા સૂર્યદેવને પૂજવાનો પર્વ એટલે મકર સંક્રાંતિ. આ દિવસને ભારે ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પોષ મહિનામાં સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. અતિ શુભ મનાતા આ પર્વે નવા સંકલ્પો લેવાની સાથે તલ, સીંગની ચિકી તથા વિવિધ ઘાનનો ખીચડો ખાવાની પરંપરા જોવા મળે છે. આ પર્વે ન માત્ર પતંગ ચગાવવાનો પરંતુ સૂર્યપૂજા સાથે દાન કર્મનો પણ મહિમા છે.. તો આવો જાણીએ શાસ્ત્રોમાં વર્ણવેલી મકરસંક્રાંતિ પર્વની કથા.

Leave Comments