ઊંઝામાં 4 હજાર વોટ્સઅપ ગ્રુપ દ્વારા લક્ષચંડી મહાયજ્ઞનો પ્રચાર પ્રસાર

December 17, 2019 9485

Description

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો લઇ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહી છે. તો તેની સાથે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે.

પ્રચાર પ્રસાર માટે વોટ્સએપમાં 4 હજારથી વધુ ગ્રુપ બનાવાયા છે. આ તમામ ગ્રુપ ગુજરાતના તમામ તાલુકાને આવરી લે છે. તો તેની સાથે સાથે 5 કરોડ ઈમેઈલથી મહાયજ્ઞની માહિતી અપાઈ રહી છે. ઉમા ઈ-આર્મીના 150 સ્વંયસેવકો અને 33 સભ્યોની કમિટીના સભ્યો દ્વારા સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Leave Comments