જાણો કેમ સીતાજીએ હનુમાનને ચૂડામણી આપ્યો

January 22, 2020 1190

Description

રામાયણ સાથે સંકળાયેલી આ રોચક કથામાં વાત છે મા સીતાના અમૂલ્ય આભૂષણ એવા ચુડામણીની જેમાં રાવણ દ્વારા હરણ કરાયા બાદ સીતાજીને અશોક વાટિકામાં રાક્ષસીઓના સુરક્ષા પહેરામાં બંદી બનાવાયા હતા. જ્યારે પ્રભુ શ્રી રામની મુદ્રિકા લઈ પવનપુત્ર હનુમાનજી અશોકવાટિકા જાય છે.

ત્યારે દેવી સીતાએ પોતાનો ચુડામણી તેમને આપ્યો. તો આજની કથામાં જણાવીશુ કે મા સીતા પાસે આવો અમૂલ્ય ચુડામણી કેવી રીતે આવ્યો. દેવો અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથનમાં ચૌદ રત્નો ઉપરાંત બે દેવી પણ પ્રગટ થયા હતા..

જેમાં દેવી લક્ષ્મી તથા દેવી રત્નાકરનંદીનીનો સમાવેશ થાય છે. ભલે લક્ષ્મીના વિવાહ નારાયણ સાથે થયા પરંતુ રત્નાકર નંદીની પણ વિષ્ણુ પ્રત્યે આકર્ષિત થાય છે. પિતા સમુદ્રદેવે પુત્રી રત્નાકરનંદીનીને અમૂલ્ય ચુડામણી ભેટ આપ્યો.

તો પ્રભુ શ્રી હરિએ તેમને વરદાન આપતા કહ્યુ હે દેવી આપની લાગણીને માન આપતા ધરતી પર જ્યારે પણ હુ અવતાર લઈશ ત્યારે તમે જ મારા સંહારિણી શક્તિ તરીકે અવતરીત થશો. કળિયુગમાં હુ તમને સંપૂર્ણ રુપમાં ગ્રહણ કરીશ પરંતુ તે પૂર્વે આપ ત્રિકુટ પર્વત પર જઈ તપસ્યા કરો અને દેવી વૈષ્ણવીના રુપમાં ભક્તોના પૂજ્ય બનો.

 

Leave Comments