દર્શન કરો મહાભારત કાળનું મહેસાણામાં આવેલ કુંતેશ્વર મહાદેવ મંદિરના

December 2, 2019 13055

Description

આજે આપને દર્શન કરાવીશુ મહાભારત કાળના એ શિવાલયના જેની સ્થાપના મા કુંતી દ્વારા કરાઈ હતી. તેથી જ મહેસાણાના જોરણંગ ગામનું આ ધામ કુંતેશ્વર મહાદેવના નામે પૂજાય છે. જેથી શિવજીનું આ સ્થાનક હજારો વર્ષ જૂનું છે. જ્યાં સમયના પ્રવાહ સાથે કુંતેશ્વર મહાદેવ ઉપરાંત દ્વાદશ જ્યોતિર્લિંગની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. તો આવો મહેસાણાના કુંતેશ્વર મહાદેવનો મહિમા જાણીએ.

મહેસાણા જિલ્લાનું જોરણંગ ગામ જેની સ્થાપના લગભગ 1000 વર્ષ પહેલા થઈ હતી. જેમાં પ્રાચીન સમયથી નિત્ય અહિં સાધુ સંતો દ્વારા ભોળાનાથની પૂજા થતી. ત્યારે આજે ગામ લોકોના સહકારથી ન માત્ર જૂના શિવાલયનો જીર્ણોદ્ધાર કરાયો છે, પરંતુ દ્વાદશ જ્યોતિર્લિંગોની અદભૂત રચનારુપી આ ભવ્ય કમળ આકારના વિશેષ સ્થાનકનું પણ નિર્માણ કરાયુ છે.

Leave Comments