શ્રીશૈલ પર્વત પર બિરાજમાન મલ્લિકાર્જુનની ગાથા

November 15, 2017 485

Description

આંધ્રપ્રદેશનાં કૃષ્ણા જીલ્લામાં કૃષ્ણા નદીનાં તટ પર શ્રીશૈલ પર્વત પર શ્રી  મલ્લિકાર્જુન બિરાજમાન છે. જેને દક્ષિણનું કૈલાશ કહેવાય છે. અનેક ધર્મગ્રંથોમાં આ સ્થાનનો મહિમા દર્શાવાયો છે.

મહાભારત અનુસાર શ્રી શૈલ પર્વત પર ભગવાન શિવની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. કેટલાક ગ્રંથો તો ત્યાં સુધી કહે છે કે શ્રી શૈલનાં શિખરનાં દર્શન માત્રથી દરેક પ્રકારનાં કષ્ટોનો નાશ થાય છે.

અને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. જન્મો જન્મનાં બંધનમાંથી મુક્તિ મળે છે. આ આશયનું વર્ણન શિવ મહાપુરાણનાં કોટિરુદ્ર સંહિતાનાં ૧૫માં અધ્યાયમાં જણાવાયુ છે.

 

Tags:

Leave Comments