જાણો, માઁ અન્નપૂર્ણાના પ્રાગટ્ય અને વ્રત સાથે જોડાયેલી કથા વિશે

December 2, 2019 2390

Description

દેવી અન્નપૂર્ણાને ધન, વૈભવ અને સુખ-શાંતિની અધિષ્ઠાત્રી દેવી મનાય છે. જેથી તેમને અન્નની પૂર્તિ કરનારી દેવી કહેવાય છે.તેવી માન્યતા છે કે દેવી અન્નપૂર્ણા ભક્તોની ભૂખને શાંત કરે છે. તથા જે ભક્તે માતાની આરાધના કરે છે તે સુખ સંપત્તિ અને વૈભવને પ્રાપ્ત કરે છે. ત્યારે સ્કંદ પુરાણ અનુસાર માતા અન્નપૂર્ણાના ત્રણ નેત્ર છે. જેમાં તેમના માથે અર્ધચંદ્ર બનેલો છે. તથા માતા આભૂષણોથી સજેલા છે. તે જ રીતે અન્નપૂર્ણા માતાને અન્નની દેવી મનાય છે.

માગસર પૂર્ણિમાના દિવસે મા પાર્વતી અન્નપૂર્ણા સ્વરુપે પ્રગટ થયા હતા. જેથી આ દિવસે માતાજીની ખાસ પૂજા પણ થાય છે. અને માતા અન્નપૂર્ણાનું વ્રત પણ આ દિવસોમાં જ થાય છે. ત્યારે રસોડાની સાફ-સફાઈ પણ થાય છે. અને ગંગાજળ છાંટી શુદ્ધ કરવામાં આવે છે. તથા ઘરના ચૂલ્હાની પણ પૂજા કરવામાં આવે છે.

Leave Comments