આવો કરીએ ગાંધીનગરના કલોલ પાસે વડુ ગામે સ્થિત હનુમાન મંદિરના દર્શન

February 22, 2020 1160

Description

દેવ હનુમાનની કૃપા મેળવવા માટે ભક્તો કેટ કેટલાય પ્રયત્નો કરતા હોય છે. દાદાને તેલ અર્પણ કરે છે. સિંદુર ચઢાવે છે. શ્રીરામની ઉપાસના પણ કરે છે. અને બજરંગ બલી પણ જાણે ભક્તોની તમામ અરજ સાંભળતા હોય તેમ તમામ ભક્તોને આશિર્વાદ પણ આપે છે. ત્યારે આજે આપણે જઇશું બજરંગબલીના આવા જ એક કલ્યાણકારી ધામે કે જે ગાંધીનગરના કલોલ પાસે વડુ ગામે સ્થિત છે.

કહેવાય છે કે આ મંદિરની સ્થાપનામાં સ્વયં સ્વામિનારાયણ ભગવાનની પણ કુપા છે. અને આ મંદિર સાળંગપુરના કષ્ટભંજન હનુમાન જેટલી જ આભા ભક્તોમાં ધરાવે છે. આવા કલ્યાણકારી ધામના આવો કરીએ દર્શન.

 

 

Leave Comments