દર્શન કરો દ્વારકાના દ્વારકાધીશ મંદિરના અને જાણો શું છે તેનો ઇતિહાસ

September 3, 2018 9710

Description

ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. જે ભગવાન શ્રીકૃષ્‍ણએ વસાવ્‍યું હતું. શ્રી કૃષ્‍ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્‍યા હતા. કેમ ભક્તોને આકર્ષે છે દ્વારીકાનગરી ,,શું છે તેનો ઇતિહાસ ..આવો જોઈએ આ ખાસ અહેવાલમાં

દ્વારિકા દ્વાપરયુગમાં કૃષ્ણની રાજધાની હતી અને આજે કળીયુગમાં ભારતનુ મહાનતમ તીર્થ છે….… શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતાં તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઉંચી જગ્યાએ પોતાના પૂર્વજોને નામે સાત મંદિરો સ્થાપ્યા.

મુળ દ્વારિકાના કૃષ્ણ મંદિરથી થોડેક જ દુર આવેલુ છે ગોપી તળાવ… શ્રી કૃષણ ભગવાને 16000થી પણ વધુ રાણીઓ માટે અહિ 2 થી 3 તળાવ બનાવડાવ્યા હતા…જેમાનુ એક તળાવ એટલે ગોપી તળાવ.. આ તમામ રાણીઓએ અહિ જ સમાધી લીધી હોવાથી આ તળાવ ગોપી તળાવ તરીકે ઓળખાય છે..

દ્વારકામાં જગતના નાથના મંદિરેથી થોડે દુર આવેલુ છે દેવી રુક્ષમણીનુ મંદિર.. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્રવિડ દેશમાંથી રુક્ષમણીજીનુ અપહરણ કરી મુળ દ્વારિકા લઇ આવ્યા હતા જ્યા તેમણે રુક્ષમણી જી સાથે લગ્ન કર્યા જોકે દુર્વાશા ઋષીએ આપેલા શ્રાપને કારણે શ્રી કૃષ્ણએ પત્નિ વિયોગ સહન કરવો પડ્યો

દ્વારકાને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી ઉજવવા માટે દેશના ખૂણે-ખુણેથી ભાવિકો દ્વારકા પહોચી રહ્યા છે..

Leave Comments