ઉજ્જૈનનું પ્રસિદ્ધ તીર્થ સ્થાન ચિંતામણી ગણેશ મંદિર

November 14, 2017 920

Description

ચિંતામણી ગણેશ મંદિર ઉજ્જૈનનાં તીર્થ સ્થળોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઉજ્જૈનથી અંદાજે ૬ કિલોમીટર દૂર ભગવાન શ્રી ગણેશનું આ મંદિર રેલ્વે લાઈન પાસે આવેલું છે. ચિંતામણી ગણેશ મંદિરમાં ભગવાન શ્રી ગણેશનાં ત્રણ રુપ એકસાથે બિરાજમાન છે.

જે ચિંતામણી ગણેશ, ઇચ્છામણી ગણેશ અને સિદ્ધિવિનાયકનાં રુપમાં ઓળખાય છે. શ્રી ચિંતાહરણ ગણેશજીની આવી અદભૂત અને અલૌકિક પ્રતિમા દેશમાં ક્યાંય જાવા નથી મળતી.

ચિંતામણી ગણેશ ચિંતાઓ દૂર કરે છે, ઇચ્છામણી ગણેશ ઇચ્છાઓ પૂરી કરે છે. અને સિદ્ધિ વિનાયક રિદ્ધિ-સિદ્ધિ આપે છે. આ કારણે દૂર દૂરથી ભક્તો અહીં આવે છે.

 

Leave Comments