ભગવાન વિષ્ણુએ પણ કરી શિવ ઉપાસના, જાણો તેનો મહિમા

August 23, 2019 1625

Description

સમયનાં પરિવર્તનનાં કારણે ક્યારેક દેવતાઓ બળવાન બની જાય છે તો ક્યારેક દાનવ. એક વખત દાનવોની શક્તિ ખૂબ વધી ગઈ. એને તે દેવતાઓને બહુ દુખ પહોંચાડવા માંડ્યા. દુખોનાં નિવારણ માટે તેઓ ભગવાન વિષ્ણુની પાસે ગયા અને તેની ઉપાસના કરવા લાગ્યા. વિષ્ણુનાં પ્રસન્ન થતાં જ દેવોએ તેમની મુશ્કેલી ભગવાન વિષ્ણુને કહી. અને તે મુશ્કેલી માટેનો ઉપાય પૂછ્યો. ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે તે પરમ કારુણિક શ્રી મહાદેવજીની આરાધના કરીને આ કાર્ય કરશે.

ત્યારબાદ વિષ્ણુ ક્ષીરસાગરનું સુખદ શયન છોડીને કૈલાશ પહોંચ્યા. ત્યાં અગ્નકુંડ બનાવીને હરિશ્વર નામનાં જ્યોતિલગની સ્થાપના કરી. માનસરોવરનાં કમળોથી વિધિપૂર્વક શિવની આરાધના કરવા લાગ્યા. તેમનો નિયમ હતો કે શ્રી શિવસહનો પાઠ કરતા જતા અને પ્રત્યેક નામ પર એક એક કમળ શિવજીને ચઢાવતા.

આ રીતે સહ કમળથી મહાદેવની પૂજા કરતા. જ્યારે આવું કરતા કરતા વધુ સમય વિત્યો, ત્યારે એક દિવસ ભગવાન શિવજીએ તેમની પૂજાની પરિક્ષા કરવા માટે સહ કમળમાંથી એક કમળ ગાયબ કરી દીધું. સહનામ પૂરા કરતા કરતા જ્યારે અંતિમ નામ આવ્યું ત્યારે એક કમળ જાઈને વિષ્ણુ ચિંતિત થયા. અને કમળ પુષ્પ મેળવવા માટે સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કરી આવ્યા. પરંતું ભવગાન શિવની લીલાથી તેમને ક્યાંય પુષ્પ ન મળ્યું. ત્યારે તેમણે પોતાનાં કમળરુપી નેત્ર ભક્તિ ભાવથી શિવને અર્પણ કર્યું.

ભગવાન શિવ પ્રસન્ન થયા. અને વરદાન માંગવા કહ્યું. ત્યારે વિષ્ણુ ભગવાને પ્રાર્થના કરી કે હે ભગવાન દાનવોનો પ્રકોપ ખૂબ વધી ગયો છે. દેવતાઓ તેમનાંથી ત્રાહિમામ છે. આપ દેવતાઓની રક્ષા કરો. આ સમયે મારા અશ નિષ્ફળ જઈ રહ્યા છે.

આ સાંભળીને શિવજીએ તેમને તેજામયી સુદર્શન ચક્ર પ્રદાન કર્યું. અને કહ્યું કે આનાથી દરેક દેવતાઓનો વિનાશ થશે. આવું કહીને તે અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ તે ચક્રથી ભગવાન વિષ્ણુએ દાનવોનો નાશ કર્યો. તે ચક્રને ભગવાન વિષ્ણુ આદર પૂર્વક ધારણ કરતા હતા. અને જ્યારે શત્રુઓનો સંહાર કરવાનો આવે, ત્યારે તેનો ઉપયોગ કરતા હતા.

Leave Comments