તુલસી પૂજનથી કેવી રીતે થાય છે વૈકુંઠની પ્રાપ્તિ, જાણો તેનું રહસ્ય

October 17, 2019 740

Description

આ કથા છે એક વૃદ્ધાની જે રોજ પોતાના ઘર આંગણે વાવેલ તુલસીની નિત્ય પૂજા કરતી. રોજ પ્રાતકાળે વૃદ્ધા તુલસીને જળ ચઢાવતી અને પ્રાર્થના કરતી. જીવનના અંતે શાંતીવાળુ મૃત્યુ આપો અને વૈકુંઠની પ્રાપ્તિ કરાવો.

વૃદ્ધાની આવી પ્રાર્થના સાંભળી તુલસી દેવી ચિંતિત થઈ ગયા, ધીમે ધીમે ઘરમાં ઉછરેલો તુલસીનો છોડ કરમાવા લાગ્યો. આ જાઈને વૈકુંઠમાં નારાયણે દેવી તુલસીને આ વિશે પ્રશ્ન કર્યો.

હે દેવી, આપની ભક્ત આપને નિત્ય આસ્થાભેર જળ અર્પણ કરે છે તેમ છતાં તમે શા માટે નિસ્તેજ બની રહ્યા છો. આપની ચિંતાનું કારણ શું છે.

પ્રભુની વાત સાંભળી તુલસીજીએ કહ્યુ હે નારાયણ આ ભક્ત રોજ મને પ્રાર્થના કરે છે કે સદા તેને આપનો સંગાળ મળે, મૃત્યુ સમયે આપના ખભાના સહારે જ તેને વૈકુંઠનો વાસ મળે તો આ કેવી રીતે શક્ય છે.. બસ આ જ ચિંતાને કારણે હુ નિસ્તેજ બની રહી છું.

Leave Comments