દર્શન કરીએ 700 વર્ષ જૂના શામળાજીના ત્રિવેણી સંગમ મંદિર શેઠ શામળિયાના

January 16, 2020 1460

Description

સાબરકાંઠાના ખેડબ્રહ્મામા હરણાવ, ધામણી, અને સાબરમતીના ત્રિવેણી સંગમ આવેલુ છે 700 વર્ષ જૂનું શામળાજીનું સ્થાનક. જ્યાં દર્શન થાય છે શ્રીહરિનો અવતાર એવા શામળિયા ભગવાનની 6 ફુટ ઊંચી પ્રતિમાના.

કહેવાય છે કે પ્રાચીન સમયમાં રાજ્ય કહેવાતા ઈડરમાં પાંચ દેવાલયો અનન્ય મહિમા ધરાવે છે અને તેમાનું જ એક છે શામળિયાનું આ કલ્યાણકારી ધામ. અંબાજી જતા માર્ગ પર ખેડબ્રહ્માથી 8 કી.મી. જેટલા અંતરે રાધિવાડ ગામથી થોડાક આગળ અંબાજી હાઇવે પર એક ભવ્ય દરવાજો દેખાય છે. દરવાજા પર શેષ શૈયા ઉપર પોઢેલા દેખાય છે શ્રી હરિ વિષ્ણુ.

સૌ હરિ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર બનેલા ભગવાન શામળિયાનું આ ધામ ખેડબ્રહ્માથી 15 કી.મી. ગઢડામાં આવેલું છે. ચારે તરફ ભવ્ય પર્વતોથી ઘેરાયેલા આ સ્થાનકમાં કુદરતની સુંદરતા માણવાની સાથે હરણાવ, ધામણી, અને સાબરમતીના ત્રિવેણી સંગમ પર શ્રીહરિના અનન્ય દર્શન થાય છે.

કહેવાય છે કે ઈડરના રાજા શ્રી રાવભાણ દ્વારા સંવત 1555 માં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવેલો છે. તો કેટલાક સંશોધકોના મતે આ મદિર સોલંકી યુગનો માનવામાં આવે છે.

Leave Comments