મહાશિવરાત્રીના પાવન પર્વએ 12 જ્યોતિર્લિંગના કરો દર્શન

February 21, 2020 740

Description

મહાશિવરાત્રીના પાવન પર્વએ શિવાલયો ભોળાનાથના નાદથી ગૂંજી ઉઠ્યા છે. ત્યારે આ પાવન પર્વ પર અમે તમને 12 જ્યોતિર્લિંગના દર્શન ઘરે બેઠા કરાવી રહ્યા છે. જેમાં કાશી વિશ્વનાથ જ્યાતિર્લિંગનું આગવું મહત્વ છે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ ગોદાવરી નદીની નજીક મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે.

વૈદ્યનાથ જ્યોતિર્લિંગની ગણતરી 9માં જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકામાં બિરાજમાન છે. રામનાથપુરમાં રામેશ્વર જ્યોતિર્લિંગ બિરાજમાન છે. હિંદુ ધર્મ અનુસાર તે ચારધામમાં પણ સમાવિષ્ટ થાય છે. મહારષ્ટ્રના દૌલતબાગમાં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ બિરાજમાન છે, જેને ઘુશવેશ્વર તરીકે પણ ઓળખાય છે.

 

 

Leave Comments